DANGWAGHAI

અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વઘઇ નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ,જેમાં ભારે માત્રા ભાવિક ભક્તો જોડાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વઘઈ ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામુહિક કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો તથા બાળકો મહોત્સવ અનુરૂપ પહેરવેશ પહેરી ભારે માત્રા માં શોભાયાત્રા માં જોડાયા હતા.આ શોભાયાત્રામાં રાજસ્થાનના ભાવિક ભક્તો પણ પોતાના રાજસ્થાની પહેરવેશ પહેરી ભારે માત્રા  શોભાયાત્રામાં જોડાતા  ભક્તિમય વાતાવરણ જામ્યું હતું આ  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતું..આ શોભાયાત્રા  અંબા માતાજી મંદિરેથી પ્રસ્થાન કરી વઘઈ મેઇન બજાર થઈ રેલવે સ્ટેશન રોડ થઈ વઘઇ સર્કલ ફરી અંબા માતા મંદિરે પહોંચી હતી ભાવિક ભક્તો શ્રીરામ ની ધૂનમાં ડીજે ના તાલે ઝુમી ઉઠ્યા હતા.તો બહેનો પણ શોભાયાત્રામાં માથે કળશ લઈ ગરબા ની રમઝટ જમાવી હતી.સમગ્ર વઘઇ નગરનું વાતાવરણ જય શ્રીરામ ના જય નાધ ગુંજી ઉઠ્યું હતું 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે શ્રી અંબા માતાજીના મંદિરે મહા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ જાહેર કાર્યક્રમમાં તમામ ભક્તોને સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી રહી છે..

[wptube id="1252022"]
Back to top button