GUJARATMORBI

મોરબી સીરામીક વિસ્તારમાં ૩૧ રોડ મજુર થતા સરકારનો સિરામીક એસો .આભાર વ્યક્ત કર્યો

મોરબી સીરામીક વિસ્તારમાં ૩૧ રોડ મજુર થતા સરકારનો સિરામીક એસો .આભાર વ્યક્ત કર્યો

મોરબી સીરામીક ઉઘોગ વિશ્વભરમા ટાઈલ્સ સપ્લાય કરતો ઉઘોગ છે, સીરામીક ઉઘોગ થકી આજે મોરબીનુ નામ વિશ્વમા જાણીતુ બની ગયુ છે, પરંતુ આ ઉઘોગના આંતરીક રોડ રસ્તાની હાલત અતિ ખરાબ હાલત છે, રોજબરોજ ૮૦૦૦ થી ૧૦૦૦૦ ટ્રકોનુ પરિવહન થતુ હોય ટ્રાફીક સમસ્યા ખુબ જ રહેતી હોય છે અને ખરાબ રોડ રસ્તાને લીઘે ભારત ભરમા સપ્લાય કરવામા આવતી ટાઈલ્સમા બ્રેકેઝની સમસ્યા આવતી હોય છે, જેમા ઉઘોગકારોને નુક્શાની ભોગવવી પડે છે

 

ફોરેનના બાયસઁ મોરબી એકવાર વિઝીટ કયાઁ પછી ખરાબ રોડ રસ્તાના કારણે ફરીથી મોરબી આવવાનુ ટાળતા હોય છે, આવી પરિસ્થિતીમા સીરામીક ઉઘોગમા ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલોપ કરવા માટે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા વષઁ ૨૦૨૧ મા સરકારમા માંગણી કરવામા આવેલ, સરકાર દૃારા મોરબી સીરામીક ઉઘોગના ઈન્ફ્રાસ્ટક્ચર ના સવેઁ માટે જીઆઈડીસી ને કામગીરી સોંપવામા આવેલ, જેથી જુન- જુલાઈ ૨૦૨૧ મા ઈન્ટરનલ તમામ રોડનો સવેઁ કરવામા આવેલ જેમા કુલ ૧૭૦ કિમી ના રોડ નવા બનાવવા માટે રીપોટઁ તૈયાર થયેલ જે સરકારમા રજુ કરેલ તે પૈકી પ્રથમ ફેઝમા ૩૧ રોડ માટે રૂ ૩૭૬ કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામા આવ્યા તે બદલ મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , મંત્રી બળવંતસિંહ રાજપુત,મંત્રી હષઁભાઈ સંઘવી, સાસંદ મોહનભાઈ કુંડારીયા, સાસંદ વિનોદભાઈ ચાવડા, ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ઘારાસભ્ય દુલઁભજીભાઈ દેથરીયા, ઘારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજાનો આભાર માન્યો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button