
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ રેન્જ વિસ્તારમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વઘઈ વન સમિતિ, ગીરાધોધ મંડળી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વઘઈ રેન્જમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આર.એફ.ઓ ડી.કે.રબારીનાં માર્ગદર્શન હેઠળ વઘઈ વન સમિતિ, ગીરાધોધ મંડળી અને વઘઈ રેન્જ સ્ટાફ રોજમદાર દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને સમાજમાં વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તેમજ વઘઈ રેન્જ આર.એફ.ઓ. ડી .કે.રબારીએ જણાવ્યુ હતુ કે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે દોડીપાડા ગામે લન સમિતિ મીટીંગ,ગીરાધોધ ખાતે સફાઈ અભિયાન,રંભાસ આશ્રમ શાળામાં રમત ગમત કીટ વિતરણ, બારખાંધ્યા ગામમાં શાળાના બાળકોને વન્યજીવનું મહત્વ સમજાવવા માટે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી.આવા કાર્યક્રમોનું આયોજન કરી વન્ય પ્રાણી સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ અને સમજ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો..





