Dang : વાંસદા નેશનલ પાર્ક રેંજ દ્વારા આયોજીત દોડની સ્પર્ધાનાં વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની વાંસદા નેશનલ પાર્ક રેંજ દ્વારા આયોજીત દોડની સ્પર્ધાનાં વિજેતાઓને પદાધિકારીઓ અને અધિકારીઓનાં હસ્તે ઈનામ સહીત પ્રમાણપત્રનું વિતરણ કરાયુ…
વન્ય પ્રાણી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વાંસદા નેશનલ પાર્ક રેંજ દ્વારા તા.02-10-2023નાં રોજ ભાઈઓ અને બહેનો માટે મીની મેરેથોન દોડનું આયોજન કર્યુ હતુ.જે મીની મેરેથોન દોડમાં અલગ અલગ જિલ્લાઓમાંથી 350 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો.જે મીની મેરેથોન દોડમાં 18 વર્ષની ઉપરનાં ભાઇઓ-10 કિ.મી દોડમાં પ્રથમ ક્રમાંકે માછી વિરેન્દ્રભાઇ ધર્મેન્દ્રભાઇ જ્યારે બીજા ક્રમાંકે ગાવિત સાગરભાઇ રમેશભાઇ તથા ત્રીજા ક્રમાંકે થાળકર અજયભાઇ નાલાભાઇ તેવીજ રીતે 18 વર્ષની ઉપરના બહેનોની 7 કિ.મીની દોડમાં પ્રથમ ક્રમાંકે માળવીશ શીલાબેન મંગળ્યાભાઇ,બીજા ક્રમાંકે ચૌધરી સોનલબેન જીવણભાઇ જ્યારે ત્રીજા ક્રમાંકે મુકતિબેન ગણપતભાઇ પટેલ તેમજ 18 વર્ષની નીચેના ભાઇઓની 5 કિ.મી દોડમાં પ્રથમ ક્રમાંકે માળધરીયા ચયુરભાઇ સી,બીજા ક્રમાંકે ગાવિત જગદીશભાઇ ભાસ્કરભાઇ ત્રીજા ક્રમાંકે ગવળી વિરલભાઇ એસ. તથા 18 વર્ષની નીચેના બહેનોની 3 કિ.મી દોડમાં પ્રથમ ક્રમાંકે કું, પ્રિયાંશી રમેશભાઇ માહલા,બીજા ક્રમાંકે કુ. જ્યોતીબેન કમલેશભાઇ ગાવિત તથા ત્રીજા ક્રમાંકે કુ. આયુષીબેન હર્ષદભાઇ વિજેતા બન્યા હતા.ડાંગ જિલ્લાનાં વાંસદા નેશનલ પાર્ક રેંજ દ્વારા આયોજીત મીની મેરેથોન દોડમાં વિજેતા દોડવીરોને વિજયભાઇ.આર.પટેલ નાયબ મુખ્ય દંડક ગુજરાત રાજ્ય ,એસ.કે.ચતુર્વેદી (IFS)અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ આઇ ધી ફોરેસ્ટ ફોર્સ, જયવિરેન્દ્રસિંહ મહારાજા, વાંસદા, રવિ પ્રસાદ રાધાક્રિષ્ના (IFS) નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ, ડી.એન.રબારી (GFS) નાયબ વન સંરક્ષક, ઉત્તર ડાંગ જેવા મહાનુભાવોનાં હસ્તે ઇનામો તેમજ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.આ સમગ્ર દોડનું સંચાલન વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ જી.એસ.ભોયેએ સફળતાપૂર્વક પાર પાડ્યુ હતુ..





