પટેલ પાર્ટી પ્લોટ ખાતે ધી કાલોલ અર્બન કો.ઓપરેટીવ બેન્ક લી નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો

તારીખ ૦૯/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ધી કાલોલ અર્બન કો.ઓપરેટીવ બેન્ક લિમિટેડ ની સ્થાપના તા ૦૮/૦૮/૧૯૨૪ ના રોજ કરવામા આવી હતી. કાલોલ ના અગ્રણીઓ દ્વારા સ્થપાયેલી આ બેંક કાલોલ તેમજ આજુબાજુ ના વેપારી વર્ગ મધ્યમ વર્ગ માટે ખુબ આશીર્વાદ રુપ સેવાઓ બેંક આપી રહી છે.બેંક ના સો વર્ષ પુર્ણ થતા આજ રોજ શનિવારે પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકકુમાર મહારાજ ના અધ્યક્ષ પદે શતાબ્દી મહોત્સવ ઉજવાયો જેમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,ગોધરા ના કે ટી પરીખ,ફેડરેશન ના અગ્રણીઓ, બેંકના ચેરમેન સુભાષચંદ્ર મહેતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદો ની હાજરીમાં ઉજવાયો. બેંકની કામગીરી નો ચિતાર ચેરમેન દ્વારા રજુ કરાયો હતો. મહારાજશ્રી દ્વારા શતાબ્દી નિમિત્તે ના સ્મૃતિગ્રંથ નુ વિમોચન કરાયુ અને બેંક ની પ્રગતિ ને બિરદાવી આશીર્વચન આપ્યા હતા.ઊપરાંત સર્વે સભાસદોને ચાંદીની મુદ્રા ભેટ આપવાનું નકકી કરવામાં આવેલ જે મુજબ આજ રોજ ૨૧ સભાસદોને ચાંદીની મુદ્રા આપી હતી.વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધી પંચ.ડી. કો. ઓપ બેંક ના ચેરમેન જેઠાભાઈ ભરવાડ મુખ્ય મહેમાન તરીકે અનિવાર્ય સંજોગોમાં આવી શકેલ નહોતા તેઓએ સમારોહ ની સફળતા નો સંદેશ મોકલ્યો હતો.










