
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામની 27 વર્ષીય પરિણીતાને કોઈક અજાણ્યા ઈસમ દ્વારા ગળે ટૂંપો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે..
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગોંડલવિહીર ગામની રહેવાસી અન્તીબેન અરવિંદભાઈ પવારની કોઈક અજાણ્યા ઈસમ દ્વારા ગળામાં લાઈટનાં પીળા વાયર વડે ટુપો દઈ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી.અહી પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.હાલમાં આહવા પોલીસની ટીમે હત્યા અંગેનો ગુનો નોંધી હત્યા કોણે કરી છે જે અજાણ્યા હત્યારાની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..
[wptube id="1252022"]





