જિલ્લાગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટમા 27 રને વાવ તાલુકાની ટીમનો ભવ્ય વિજય

8 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શુક્રવારના રોજ જગાણા હેલિપેડ મેદાન ખાતે પાલનપુર તાલુકા અને વાવ તાલુકાની બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં 27 રને વાવ તાલુકાની ટીમનો ભવ્ય વિજય થયો હતો.પાલનપુર તાલુકાના જગાણા હેલિપેડ મેદાન ઉપર શુક્રવારના રોજ ફાઈનલ મેચ રમાઈ હતી. તેમાં વાવ ટીમના કેપ્ટન જિલ્લાગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શેખે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરતાં 12 ઓવરની મેચમાં 82 રન બનાવ્યા હતા. જ્યારે પાલનપુર તાલુકાની ટીમ માત્ર 55 રન બનાવી ઓલ આઉટ થઈ હતી પાલનપુર ટીમના કેપ્ટન હતા સ્વપ્નીલ ખરે ,બનાસકાંઠા ડી.ડી.ઓની ટીમનો 27 રને પરાજય થયો હતો. આમ 27 રને વાવ તાલુકાની ટીમનો ભવ્ય વિજય થયો હતો.વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જગાણા ગ્રાઉન્ડ ઉપર બનાસકાંઠા ડી.ડી.ઓ,જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શેખ,પાલનપુર તાલુકા વિકાસ અધિકારી આર.કે.પટેલ તેમજ સરપંચ પ્રહલાદભાઈ પરમાર, તલાટી જયેશભાઈ પટેલ, રતીભાઇ લોહ,ભેમજીભાઇ ચૌધરી, દિલીપભાઈ કરેણ, તેમજ વિશાળ સંખ્યામાં દર્શકોએ ફાઈનલ મેચની મજા માણી હતી. જગાણા ગ્રામ પંચાયત તરફથી તમામ ફાઇનલ મેચની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી



