BANASKANTHAPALANPUR

પાલનપુરમાં ધારાસભ્યો અને આગેવાનોનું દબદબાભેર સન્માન કરવામાં આવેલ

24 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં આવેલ રાજેન્દ્ર સ્વામીજીના પાવન ધામ ખાતે અખીલ ભારતીય સમિતિ પ્રેરિત રાષ્ટ્રીય વિચારધારાને વરેલા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવેલ. જેમાં કેશાજી ચૌહાણ (ધારાસભ્ય દિયોદર) ,અનિકેતભાઇ ઠાકર (ધારાસભ્ય પાલનપુર),પ્રવિણભાઇ માળી (ધારાસભ્ય ડીસા) ,માવજીભાઇ દેસાઇ (ધારાસભ્ય ધાનેરા) ,દિનેશભાઇ અનાવાડીયા (સાંસદ રાજ્યસભા), સવસીભાઇ ચૌધરી (ચેરમેન બનાસ બેંક) તથા પ.પુ. નૌતમ પ્રકાશ અધ્યક્ષ, મહંતશ્રી રાજેન્દ્રનંદગીરી (ગુરુ મહામંડલેશ્વર સંગઠન મંત્રી ઉત્તર ગુજરાત), ગુરુ મહામંડલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત, પ.પુ યતિવર્યશ્રી વિજયસોમજી મહારાજ સાહેબ,પ.પુ. મહંતશ્રી ચીનુભારતિજી મહારાજની ઉપસ્થિતિમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક મહેમાનોને ભારત માતાની પ્રતિમા અર્પણ કરી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતેશભાઇ જોષીની દિકરી કશીશ જી. જોષી તથા ટ્રસ્ટી દિપીકાબેન જોષી વિશેષ હાજર રહ્યા હતા. અને આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ રાજેન્દ્ર સ્વામીજી તથા અશોકભાઇ પુરોહિત (હિંદુ ધર્મ સેના) નો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ પણ હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button