GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: મોરબી રાજકોટ રોડ ઉપર કાર હડફેટે બાઈક સવાર બે યુવક ઈજાગ્રસ્ત

TANKARA: મોરબી રાજકોટ રોડ ઉપર કાર હડફેટે બાઈક સવાર બે યુવક ઈજાગ્રસ્ત
મોરબી-ટંકારા હાઇવે રોડ ઉપર બ્રેઝા કાર રજી.નં.જીજે-36-આર-8648ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-10-બીક્યુ-3278 બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. ત્યારે આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવકને શરીરે મૂઢ ઈજાઓ તથા બાઈકની પાછળ બેસેલ યુવકને પગના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર અકસ્માત મામલે બાઈક ચાલક યુવક શનીભાઇ નિલેશભાઇ પરમાર ઉવ.૨૩ રહે.જામનગર ઓડીયાર કોલોની સેકશન રોડ એ ટંકારા પોલીસ મથકમાં બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે આઇપીસી કલમ તથા એમ.વી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]