તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઇન્ટેક)ના રાજકોટ ચેપ્ટર તથા કલા કલેક્ટિવ દ્વારા ‘૧૯ ઓગસ્ટ – વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ નિમિત્તે તા. ૨૦ ઓગસ્ટને રવિવારે હેરિટેજ ફોટોવોકનું આયોજન કરાયું છે. હેરિટેજ ફોટોવોક દરમિયાન શહેરની જૂની ઇમારતો, અજાણ્યા રસ્તાઓ અને જાહેર કલાનું અન્વેષણ કરાશે અને અદભુત ફોટાઓ કેપ્ચર કરવા મળશે. જેથી, ફોટોગ્રાફર્સ માટે આ અમૂલ્ય તક છે. હેરિટેજ ફોટોવોકમાં જોડાવવા શ્રી નૈનેશભાઈ વાઘેલાનો મો.નં. ૯૮૨૫૭ ૯૭૮૧૨ અથવા શ્રી ભવ્યભાઈ બલદેવનો મો.નં. ૯૮૨૫૭ ૯૭૮૧૨ પર સંપર્ક કરી શકાશે, તેમ ઇન્ટેકની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








