હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુરા ખાતે પૂનમના દર્શને જતી બે બહેનોને હાઇવા ટ્રકે અડફેટે લેતા એક બહેનનું મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૫.૨૦૨૪
હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુરા ખાતે પૂનમના દર્શને જતી બે સગી બહેનોને વાંસેતી નજીક હાઇવા ટ્રક એ હડફેટે લેતા એક બહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે બીજી બહેનને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણ ધામ માં પૂનમ ને લઈને દર્શન કરવા જઈ રહેલી ઉજેતી ગામની મહિલાઓ ને હાઇવા ટ્રકે હડફેટે લેતાં અકસ્માતમાં એક મહિલા ઉપર ડમ્પરના ટાયર ફરી વળતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય એક મહિલાને હાલોલ ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવમાં આવી હતી.પૂનમ ના રોજ નારાયણ ભક્તોમાં તાજપુરા ખાતે દર્શન કરવા જવાનો વિશેષ મહિમા હોય છે. જે અંતર્ગત હાલોલ તાલુકાના ઉજેતી ગામે રહેતા કુસુમબેન વિજયભાઈ મકવાણા અને તેઓના ઘરે મહેમાન આવેલી તેમની સગી બહેન રમીલાબેન મહેન્દ્રભાઈ મકવાણા બાળકો સાથે તાજપુરા નારાયણ ધામ ખાતે પગપાળા યાત્રા કરી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.જ્યારે વાસેતી ગામ પાસે તેઓને માતેલા સાંઢની જેમ રામેશરા તરફથી આવી રહેલા એક હાઇવા ટ્રકે આ બંને બહેનોને હડફેટે લીધા હતા.વાસેતી ગામે તાજપુરા અને રામેશરા તરફના અલગ અલગ રસ્તાઓ આવેલા છે.આ બંને બહેનો તાજપુરા તરફના રસ્તે વળે તે પહેલાં જ રામેશરા તરફના રસ્તા પરથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે આ બંને બહેનો ને હડફેટે લીધી હતી.જેમાં કુસુમબેન વિજયભાઈ મકવાણાને બંને પગમાં ફેક્ચર થતાં તેઓને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે તેમની સગી બહેન રમીલાબેન મહેન્દ્રભાઈ મકવાણા ઉ.વ.૪૦,ઉપર હાઇવા ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ.બનાવ ની જાણ હાલોલ રૂરલ પોલીસને થતાં રૂરલ પોલીસ ઘટના દોડી આવી હતી.અને મૃતક મહિલાનો મૃતદેહ હાલોલ સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં મુકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










