
વિજાપુર તાલુકા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતના પટાંગણ માં નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા ના માર્ગદર્શન હેઠળ તાલુકા ખાતે
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -2023 ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાડા ધાન્ય ના ઉપયોગ થી થતા ફાયદાઓ અંગે નો માર્ગદર્શન કૃણાલ બેન ઠાકર દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તાલુકા ખાતે કેતુ પટેલના નેતૃત્વ હેઠળ મિલેટ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉપસ્થિત લોકોને મિલેટ કીટ નું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં ટી.ડી.ઓ. પાર્થભાઇ મિશ્રા, તાલુકા પ્રમુખ પરેશભાઈ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન કાંતિભાઈ પટેલ, ભરતભાઇ પટેલ જીલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ તેમજ રાજુભાઇ પટેલ તેમજ યોગેશ પટેલ નેતાજી શેઠ જી.સી. હાઇસ્કૂલ,પિલવાઇ ના આચાર્યા કૃણાલબેન ઠાકર વિષ્ણુ ભાઈ મંત્રી કિસાન સંઘ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો





