
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે. નાણાં મંત્રાલયે ઓફિસ ઓફ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. તે મુજબ કે નાણાં સચિવ આ કમિટીની અધ્યક્ષતા કરશે. આ સિવાય કમિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન, સ્પેશન સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચર અને પીએફઆરડીએના ચેરમેન આ કમિટીના અન્ય સભ્યો હશે.
કમિટીની ટર્મ્સ ઓફ રેફરન્સિસ પર નજર નાંખવામાં આવે તો શું હાલની નેશનલ પેન્શન સિસ્ટમના ફ્રેમવર્ક અને સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. જો કમિટીને ફેરફારની જરૂરિયાત જણાય છે તો તેમાં શું ફેરફાર કરી શકાય, જેથી કરીને નેશનલ પેન્શન સ્કીમમાં સરકારી કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરી શકાય. જરૂરિયાત લાગશે તો કમિટી કોઈ પણ સરકારી અધિકારીઓને સુચનો માટે પસંદ કરી શકે છે. કમિટી આ અંગે વિવિધ રાજ્યોની પણ સલાહ લઈ શકે છે. જોકે ઓફિસ મેમોરેન્ડમમાં એ નથી બતાવવામાં આવ્યું કે કમિટી પોતાના સુચાવો ક્યાં સુધીમાં સરકારને સોંપશે.