GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ નાં હાથે નેસડા ગામના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા એક ફરાર

તારીખ ૧૮/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને સખ્ત રીતે ડામી દેવાના કામો અનુસંધાને સ્થાનિક પોલીસ કાલોલ ડેરોલ સ્ટેશન નજીકના ગામોમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલોલ તાલુકાની નેસડા ગામની સીમના એક ખુલ્લા ખેતરમાં છાપો મારી ગોળ કુંડાળું વળી પાના પત્તાથી રોકડ રકમ હારજીતનો જુગાર રમતા ૫ જુગારીઓને દાવ પર લાગેલી રોકડ રકમ રૂ. ૬૫૦૦/તથા પકડાયેલા જુગારીઓને અંગ ઝડતી માંથી મળેલ રકમ રૂ. ૭૨૪૦/ એમ કુલ મળી રૂ. ૧૩૭૪૦/ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.ખાનગી જુગારધામ પર પોલીસ કાફલાએ જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસની સતર્કતાને લઈ ૬ પૈકી ૫ જુગારીઓ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય એક પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.@ પકડાયેલા જુગારીઓ મા (૧) કલ્પેશભાઈ જગદીશભાઈ રાઠોડ રે. દેલોલ (૨) મહેશકુમાર ઊર્ફે ગલુ રામસિંહ રાઠોડ રે. દેલોલ (૩) વિક્રમભાઈ ઊર્ફે ઘોંયરો નર્વતભાઈ રાઠોડ રે.દેલોલ.(૪) અયુબ ઊર્ફે ડેગો હમીદ પથીયા રે. વેજલપુર (૫) હારૂન ઉફેઁ નાનો શબ્બીરભાઈ પાડવા રે. વેજલપુર જયારે પોલીસની રેડ જોઈને ભાગી ગયેલ મનહર ઉફેઁ શંભુ અદેસિંહ ચૌહાણ રે. બેઢીયાં ને પકડવાના ચક્રો ગતીમાન કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button