
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૧૦.૨૦૨૩
યાત્રાધામ પાવાગઢ ખાતે દર વર્ષની પરંપરા અને શ્રધ્ધા સાથે આસો નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિષર માં કરવામાં આવ્યો હતો.જ્યારે નવરાત્રી ની આઠમના રોજ દોઢ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.મંદિર જીર્ણોદ્ધાર બાદ શિખર બંધ સુવર્ણ કળશ થી સુશોભિત ધ્વજ દંડ પર ધજાજી લહેરાયા બાદ બીજા વર્ષે નવરાત્રી નો હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટી ગણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શ્રદ્ધાળુ યજ્ઞ મંડપની બહારથી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.યજ્ઞનો આરંભ સવારે ૯.૦૦ કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો.બપોર ના ૫.૦૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું.જેમાં આજે આઠમના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.નવરાત્રિના આઠમના દિવસે રવિવાર હોય શનિવાર રાત્રેથી ભક્તોનો ભારે પ્રવાહ ડુંગર પર જતો જોવા મળી રહ્યો હતો.જોકે ભક્તો મધ્યરાત્રી થી નીજ મંદિરના દ્વાર ખુલે તેની રાહ જોઈને લાઈનોમાં ઉભેલા હતા જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવાર ૩.૦૦ કલાકે ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.મંદિરના નીજ દ્વાર ખુલતા ની સાથે જ માઈ ભક્તો દ્વારા જય માતાજીના ભારે જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જ્યારે એસટી નિગમ દ્વારા ૭૮, એસટી બસ તળેટી થી માંચી માટે યાત્રિકોને લાવા લઈ જવામાં ચલાવવામાં આવી હતી.જેમાં ૧૩૩૮ ટ્રીપ થઈ હતી જેના દ્વારા ૫૪૫૦૦ યાત્રાળુઓ એ મુસાફરી કરી હતી.જેમાં એસટી નિગમને રૂપિયા ૧૦.૪૫ લાખની આવક થઈ હોવાનું જાણવા મળે છે.આસો નવરાત્રી ની આઠમ તેમજ રવિવારની રજા હોય ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી તળેટીથી નીજ મંદિર સુધી ઠેર ઠેર ચાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસે યાત્રિકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.










