
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ભારતીય જનતા પાર્ટીનાં બહુચર્ચિત સંગઠન પ્રમુખનું પદ છીનવાઈ ગયા બાદ હનુમાન જયંતિ અને ભાજપ સ્થાપના દિવસે નવનિયુક્ત સંગઠન પ્રમુખપદે કિશોરભાઇ ગાવીતે વિધિવત પદ ગ્રહણ કર્યુ હતુ.સાથોસાથ માજી પ્રમુખની વિવાદિત ખુરશી હટાવી નવી ખુરશી મુકવામાં આવી…
પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં માજી સંગઠન પ્રમુખે વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સાથે પર્દાફાશ કરવા માટે ઉઠાવેલી ઝુંબેશમાં તેઓનું પ્રમુખપદ છીનવાઈ ગયા બાદ કર્મનિષ્ઠ કાર્યકર્તા અને મહામંત્રી તરીકે કાર્યરત કિશોરભાઈ ગાવીતની ડાંગ જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.આજે હનુમાનજી જયંતિ અને ભાજપ સ્થાપના દિવસનાં અવસરે ભાજપ સંગઠન પ્રભારી સીતાબેન નાયક,ગુજરાત વિધાનસભાનાં દંડક વિજયભાઈ પટેલ,મહામંત્રી હરિરામ સાવંત,રાજેશભાઈ ગામીત,સુભાષભાઈ ગાઈન ,સુરેશભાઈ ચૌધરી,ધર્મેશ પટેલ સહિત મહિલા મોરચાનાં પ્રમુખ,મહામંત્રી કાર્યકર્તાઓની ઉપસ્થિત વિધિવત પદગ્રહણ કર્યુ હતુ.ડાંગ જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીતે કાર્યાલય ખાતે પ્રમુખપદ ગ્રહણ કર્યા પૂર્વ માજી પ્રમુખ દશરથભાઈ પવારની વિવાદિત ખુરસી બદલી નવી ખુરશી પર બિરાજમાન થતા ઉપસ્થિત કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.ડાંગ જિલ્લા ભાજપા પાર્ટીને નવા કર્મનિષ્ઠ પ્રમુખ મળતા સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી…





