હાલોલ:સૈયદના અઝીમે મિલ્લતની 100મી જન્મ જયંતી નિમિત્તે હેલ્પિંગ હેન્ડ્સ અનાથઆશ્રમ ખાતે ફ્રૂટની કીટનું વિતરણ કરાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૯.૨૦૨૩
વડોદરાના વિખ્યાત સૂફી સંત હજરત સૈયદ અઝીમુદ્દિંન મેહમુદ નુરુલ્લાહ જીલાની કાદરીના 100 મી જન્મ જયંતી નિમિત્તે ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતી સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી સાહેબ દ્વારા સાત દિવસીય જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાત દિવસીય ઉજવણી નાં ભાગ રૂપે વડોદરાના આજવા રોડ પર મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ અનુયાઈઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.જ્યારે તેઓના અનુયાયીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હેલ્પિંગ હેન્ડ્સ અનાથઆશ્રમ ખાતે અજીમી બેટરી નાં અઝીમભાઈ દ્વારા ત્યાં રેહતા લોકોને ફ્રૂટ ની કીટ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.અને આ સરાહનીય કાર્ય કરી 100મી જન્મ જયંતી ની ઉજવણી કરી હતી.










