તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, જેતપુર, ધોરાજી, અને ઉપલેટા તાલુકાના ઉધોગ સાહસિકો જોડાઇ શકશે
Rajkot, Gondal: ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સી.ઈ.ડી)’ દ્વારા સંચાલિત “જી.આઈ.ડી.સી. સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગોંડલ(જામવાડી જીઆઇડીસી) ખાતે ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, જેતપુર, ધોરાજી, અને ઉપલેટા તાલુકાના ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રસ ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી માટે જી.આઈ.ડી.સી સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગોંડલ(જામવાડી જીઆઇડીસી)” ,ગોંડલ જેતપુર હાઇવે, જામવાડી ગામનાં દરવાજા પાસે, જામવાડી જીઆઇડીસી, ગોંડલ ખાતે રૂબરૂ મુલાકાત લેવી.
આ ઉપરાંત ઉપરોક્ત સેન્ટરનું સફળ સંચાલન કરી તાલુકાના યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપી શકે તેવા રસ ધરાવતા ટ્રેનીંગ પાર્ટનર એ ઇન્ચાર્જ શ્રી પ્રકાશ ગોહેલ, સીનીયર એક્ક્ષિક્યુટિવ (લોધિકા અને ગોંડલ), સી.ઈ.ડી. રાજકોટ રીજીયન મો. ૯૩૧૩૩ ૫૭૮૧૩ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.








