HALOLPANCHMAHAL

હાલોલના બગીચામાં નવા બનાવેલા શૌચાલય શોભાના ગાંઠીયા સમાન,બગીચામાં આવતા સહેલાનીઓને હાલાકી

તા.૨૪.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ 

હાલોલ ગામ બગીચા ખાતે લોકોને ઉપયોગી જનહિત માટે સરકારી ગ્રાન્ટ માથી શૌચાલય બનાવામાં આવ્યું છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શૌચાલય નું કામ સંપૂર્ણ પણે પૂર્ણ થઇ ગયું હોવા છતાં તેને કોઈ કારણો સર તે શૌચાલય ને ખુલ્લું મૂકવામાં ન આવતા લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે.જ્યારે મોટા ભાગ નું કામ પૂરું થઈ ગયું હોવા છતાં તેને ખુલ્લુ મૂકવામાં ન આવતા બગીચા ખાતે આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ના છુંટકે બંધ પડેલ ખંડેર હાલત માં થઇ ગયેલ પાણીની પરબ નો શૌચ ક્રિયા કરવા માટે ઉપયોગ કરે છે. દુખની વાત એ પણ છે કે દાતા દ્વારા બનાવમાં આવેલ આ પરબ ને ફરીથી રીપેર કરી પાણીની પરબ ચાલુ કરવામાં આવે તો તેનો લોકો ખોટો દૂર ઉપયોગ પણ ના કરે અને રાહદારીઓ તેમજ બગીચામાં આવતા લોકો ને પીવાનું પાણી માળી રહે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.હાલોલ નગર માં પાલિકા ભવન ની બાજુ માં ગામ બગીચો આવેલો છે.આ બગીચામાં સરકારી ગ્રાન્ટ માંથી લોકો ને ઉપયોગમાં આવે તે માટે લાખોના ખર્ચે શૌચાલય બનાવામાં આવ્યું છે.આ શૌચાલય ને તૈયાર કરી લોક કરી દેવામાં આવ્યું છે. 21 મી જૂન વિશ્વ યોગ દિવસે યોગ કરવા માટે આવેલા લોકો એ આ તૈયાર થયેલ શૌચાલય ને જોઈ તેને કેમ ખુલ્લું મુકવામાં આવ્યું નથી.? શું તેની કોઈ કામગીરી બાકી રહી ગઈ છે. કોઈ તાંત્રિક મંજૂરી બાકી રહી છે ? ખરેખર શૌચાલય તૈયાર થઇ ગયું હોય તો તેને ખુલ્લું મુકવામાં કેમ નથી આવતું ? તેવા અનેક પ્રશ્નો સાથે ચર્ચા નો વિષય બન્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ શૌચાલયને વહેલી તકે લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button