
તા.૨૩/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લોકસભાની ચૂંટણીમાં પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા, અન્યોને મતદાન માટે પ્રેરિત કરવા કોલેજીયનોના દસ્તખાત
Rajkot: ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ચૂંટણીમાં પ્રત્યેક નાગરિકનો મત ખૂબ જ કિંમતી અને પવિત્ર છે. હાલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

હાલમાં ૭૨- જસદણ વિધાનસભા મત વિસ્તારમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોને મતાધિકારના ઉપયોગ થકી નાગરિક ધર્મ નિભાવવા તથા લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી.

જયારે ૬૭ વિધાનસભા મત વિસ્તાર વાંકાનેરની એચ.એન.દોશી કોલેજ ખાતે મતદાર જાગૃતિ અંતર્ગત સિગ્નેચર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજીયનોએ દસ્તખત કરવા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી. આ સાથે મતદાન માટે અન્યને પ્રેરિત કરવા માટે પણ તેમણે ઉત્સાહ દર્શાવ્યો હતો.









