GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છેતરપિંડીના ગુનામાં ૨૨ વર્ષથી  નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો

MORBI:મોરબી છેતરપિંડીના ગુનામાં ૨૨ વર્ષથી  નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો

માળીયા(મી)પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડી કેસનો આરોપી કે જે ૨૨ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા અમદાવાદથી દબોચી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા(મી) પોલીસ મથકે સોંપી આપેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ જીજ્ઞાસાબેન સહિતના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે માળીયા(મી) પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૨માં નોંધાયેલ છેતરપિંડીના કેસમાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રવીણભાઈ કાવર હાલ અમદાવાદ શહેરમાં રહેતા હોવાની ચોક્કસ હકીકતને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા મળેલ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા મૂળ માળીયા(મી)તાલુકાના લક્ષ્મીવાસના વતની આરોપી પ્રવીણભાઈ સુંદરજીભાઈ કાવર ઉવ.૫૫ ને અમદાવાદ શહેરના બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી ઝડપી લઇ હસ્તગત કરી મોરબી લાવી ધોરણસરની કાર્યવાહી માટે માળીયા(મી) પોલીસ મથકમાં સોંપી સફળ કામગીરી કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button