કાલોલ ની ઈનોક્સ કંપની ને ખેડૂતોની ખેતીની જમીનમાં ઔદ્યોગિક કચરાનો નિકાલ કે પ્રદૂષણ કરવા સામે કોર્ટે મનાઈ હુકમ આપ્યો.
તારીખ ૦૪/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાતોલ ખાતે રહેતા ગંગાબેન મંગળભાઈ વણકર તેમજ અન્ય આઠ જેટલા વાદીઓએ કાલોલ ની સિવિલ કોર્ટમાં ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની સામે વર્ષ ૨૦૧૯ મા દાવો દાખલ કરી જણાવેલ કે, કાલોલ કાતોલ ગામના ખાતા નંબર ૪૮૮ ના રેવન્યુ સર્વે નંબર ૨૪૭ વાળી જમીન ગંગાબેન વણકર તેમજ અન્ય આઠ જેટલા ઈસમો ની માલિકીની છે તેમજ આ જમીનની ત્રણ બાજુઓએ ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીએ આવી હોવાથી કંપનીએ આ ત્રણેય બાજુ દિવાલ બનાવી છે. ગત તા ૧૬/૦૬/૨૦૧૯ ના રોજ કંપનીની ફેન્સીંગ દિવાલ પડી જવાથી વાદીની જમીનમાં વાવેલા વૃક્ષો પડી ગયા હતા અને તેઓને નુકશાન થયુ હતુ. વધુમાં કંપની દ્વારા પોતાનો ઔદ્યોગિક ઘન અને પ્રવાહી કચરોબહાર કાઢે છે અને જીપીસીબી ના માપદંડો નુ પાલન કરતા નથી એવી વિગતો થી દાવો દાખલ કરેલ જે દાવા મા પ્રતીવાદી કંપની દ્વારા જવાબ રજુ કરી પોતે કોઇ પ્રદૂષણ કરતા નથી અને જીપીસીબી ના માપદંડ મુજબ ઉત્પાદન કરીએ છીએ તેવો જવાબ આપ્યો હતો. સમગ્ર બાબતે વાદી ખેડૂતો ના એડવોકેટ એસ એસ વણકર ની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખીને કાલોલ ના એડિશનલ સીનીયર સીવીલ જજ એસ એસ પટેલ દ્વારા ઈનોક્ષ કંપનીને પ્રદૂષણ કરવા નો કોઈ અધીકાર નહી હોવાનો હુકમ કરી પ્રતિવાદી કંપની સામે ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણ ફેલાવવુ નહી તેવો જાથુ નો મનાઈ હુકમ આપ્યો હતો.









