કાલોલ ના ખંડોળી મા સહિયારી જમીન બાબતે ઝગડો થતા સામ સામે ફરીયાદો નોંધાઈ

તારીખ ૧૯/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખંડોળી રણછોડપુરા મા રહેતા કૌટુંબીક કાકા ભત્રીજા,ભાઈઓ વચ્ચે ઝગડો થતા કુલ છ ઈસમો સામે બે અલગ અલગ ફરીયાદ નોંધાયેલ છે. સૌ પ્રથમ મેહુલભાઈ સંજયભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તથા તેમના છોકરાઓ રંગીનભાઈ રમેશભાઈ રાઠોડ જગદીશભાઈ રમેશભાઈ રાઠોડ અને રમેશભાઈ ભુરાભાઈ રાઠોડ ના હોય ફરિયાદીના કાકા વિનોદભાઈ સાથે સહિયારી જમીન બાબતે ઝઘડો તકરાર કરી મેહુલભાઈ ના કાકા વિનોદભાઈ ની છાતીના ભાગે મુક્કા મારતા તેમજ રમેશભાઈએ લાકડી પગમાં મારતા સોજા આવી ગયેલ રંગીતભાઈએ હાથમાં પહેરેલ કડુ ફરિયાદી મેહુલને મારતા મોઢા ઉપર લોહી નીકળ્યુ હતુ જ્યારે સામે પક્ષે રણજીતભાઈ રમેશભાઈ રાઠોડ ફરિયાદ નોંધાવી લખાવેલ તેમના કાકા નો છોકરો નીતેશભાઇ રયજીભાઈ જમીન બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી રંગીતભાઈને છોડાવવા આવેલ દક્ષાબેન ને લાકડી મારી હતી તેથી તેઓના હાથમાં સોજો આવી ગયો હતો તેમજ વિનોદભાઈ બળવંતભાઈ અને મેહુલભાઈ સંજયભાઈ દ્વારા છુટી લાકડીઓ મારી હતી અને માબેન સમાણી ગંદી ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસના પક્ષોની સામ સામે ફરિયાદ નોધી બે અલગ અલગ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી.










