GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાનોડ મા રોડ ક્રોસ કરતી વૃદ્ધાને મોટરસાયકલ ચાલકે અડફેટે લઈ મોટરસાયકલ મુકી નાસી જતા ફરીયાદ.

તારીખ ૦૨/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ બસ સ્ટેન્ડ વાળા ફળિયામાં રહેતા જશીબેન મંગળભાઈ ચૌહાણ ઉ વ ૬૦ ગત ૨૪/૦૩ ના રોજ સાંજના સમયે રોડ ક્રોસ કરી પોતાના ઘરેથી પાણી ભરવા માટે બાલટી લઈને ગયા હતા ત્યાંથી પરત ફરતા રોડ ક્રોસ કરતા હતા તે સમયે એક મોટરસાયકલ ચાલકે પોતાનું વહન ગફલત ભરી રીતે હંકારી રોડ ક્રોસ કરતા વૃદ્ધાને ટક્કર મારી જતા તેઓને હાથે મોઢા પર આંખો પર ઇજાઓ કરી હતી અકસ્માત કર્યા બાદ મોટરસાયકલ ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત ને ગોધરા ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જેમા તેઓને ખભા તેમજ હાથના બાવળામાં ફેક્ચર હોવાનું નિદાન થયેલ તેમજ મોઢા ઉપર આંખ ઉપર અને કપાળ ઉપર ઈજાઓ થયેલ આ બાબતની ફરિયાદ કાલોલ પોલીસમાં નોંધાવતા પોલીસે ભાગી છૂટેલા મોટરસાયકલ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

[wptube id="1252022"]









