કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ ની સરાહનીય કામગીરી
છેલ્લા પાંચ વર્ષ થી એકલવાયું જીવન ગુજારતા એક નિરાધાર વૃદ્ધ દાદાને નવું જીવન અપાવ્યું

તારીખ ૦૧/૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપૂર પોલીસ સ્ટેસન દ્વારા અવાર નવાર ટાઉન વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પટ્રોલીંગ કરવામા આવતું હોય અને લોકો સાથે તેઓના પ્રશ્નોની ચર્ચાઓ પણ કરવામા આવતી હોય જે દરમિયાન લોકો દ્વારા જાણવા મળેલ કે વેજલપૂર ટાઉન વિસ્તારમાં આવેલ ઓધવજી ફળીયામા એક નિરાધાર વયોવુધ્ધ ઈસમ નામેં રમેંશભાઈ શાહ નાઓ રહેછે અને તેઓનુ મકાન ખૂબજ જર્જરીત હાલતમા હોય અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોય અને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં હોય તેમજ અગાઉ એકલા રેહતા વયોવુધ્ધ સંબંધે મડર જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલ હોય જેથી તેઓના ઘરે જઈ તપાસ કરતા એક માનસિક , શારીરિક રીતે અસ્વસ્થ , એકલવાયુ જીવન ગુજારતા વયોવુધ્ધ નાઓ મળી આવેલ જેઓ પોતાની જાતથી હલન ચલન ન કરી શકે તેવી સ્થિતિમાં હોય અને તેઓનું મકાન ખુંબજ જર્જરીત હાલતમા જણાય આવતું હોય તેઓની દેખભાળ લાબા સમયથી આજુબાજુના મુસ્લીમ સમાજના લોકો કરતા હોય તેઓના સંબધીઓનો કોઈ સહારો ન હોય ખુબજ કષ્ટ ભર્યું જીવન જીવતા હોય જેમા તેઓને શારીરિક અને માનસિક સ્થિતિ સુધરે તેમજ મેંડીકલ સારવારની જરૂરીયાત જણાતી હોય માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ,સુરત નાઓનો સંપર્ક કરી તેઓને બોલાવી વેજલપુર પોલીસ સ્ટેશનની એસ.એચ.ઈ.ટીમ મારફતે રમેંશભાઈ શાહ નાઓની સાથે ચર્ચા કરી તઓની સહમતી મળતા તેઓને સુરત ખાતે મોકલી આપી એક નવ જીવન અપાવી વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એસ.એલ.કામોળ સહિત એસ.એચ.ઇ.ટીમ વેજલપૂર દ્વારા માનવતાનું ઉમદું ઉદારહણ પરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.










