GUJARATPANCHMAHALSHEHERA
એમ.જી.શાહ હાઈસ્કૂલ, કાંકણપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ
નિલેશકુમાર દરજી શહેરા 
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો.એમ.જી.શાહ હાઈસ્કૂલ, કાંકણપુર પરીક્ષા કેન્દ્ર ખાતે લાયઝન અધિકારી તરીકે નિયુક્ત ડૉ.શ્રી રૂપેશભાઈ નાકર સાહેબે ધોરણ ૧૦ અને ૧૨ ના તમામ પરીક્ષાર્થીઓને ભારતીય સંસ્કૃતિ મુજબ ગોળ-ધાણા ખવડાવી તિલક કરી પરીક્ષાપર્વ માટે તમામને શુભેચ્છા પાઠવી પ્રવેશ કરાવ્યો.તેઓની સાથે કેન્દ્ર સંચાલકશ્રી તરીકે શાળાના આચાર્યશ્રી શ કુલદિપકુમાર પંડિત,સરકારી પ્રતિનિધિશ્રીઓ તેમજ પરીક્ષા કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારીગણ પણ આ કાર્યમાં જોડાયો.પરીક્ષામાં પ્રથમ પેપર ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું.
[wptube id="1252022"]





