
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૩
હાલોલની ગોધરા રોડ ઉપર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં ક્રિસમસ(નાતાલ) ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન ઈસુ ના જન્મ સમય ના દ્રશ્ય નું નિરૂપણ કરતુ નાટક ભજવવામાં આવ્યું હતું .સાથે વિવિધ પ્રકાર ના સમૂહ ડાન્સ સાથે હિન્દૂ,મુસ્લિમ,શીખ,ઈસાઈ ના ભાઈચારાની ભાવના અંગેનો સંદેશ વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યો હતો.કાર્યક્રમ ના અંતે શાળાના બાળક દ્વારા “સાંતા” પોશાક પહેરી શાળાના વિદ્યાર્થીઓ ને ચોકલેટ અને ગિફ્ટ આપી અને “હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ” ના નાદ થી શાળાનું વાતાવરણ અલ્હાદક આનંદમય બનાવવામાં આવ્યું હતું.આમ આ સંપૂર્ણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હર્ષાબેન શુકલ પોતે હાજર રહી શાળાના બાળકો ના આનંદમાં સહભાગી બન્યા હતા.

[wptube id="1252022"]









