KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના કાતોલ ગામે સર્વ સમાજ દ્વારા આયોજિત ગાયત્રી માતાજીનો‌ યજ્ઞ અને રામદેવજી મહારાજનો પાટપ્રકાશ ઉજવાયો

તારીખ ૨૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના કાતોલ ગામમાં સોમવારે ગામના રામદેવજી મહારાજના મંદિર ખાતે સર્વે સમાજના ભાવ સહયોગથી ગાયત્રી માતાજીનો યજ્ઞ અને રામદેવજી મહારાજના પાટપ્રકાશનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન અંતર્ગત સોમવારે સવારે ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા શાસ્ત્રોકત વિધિસર કરેલા પંચકુંડી ગાયત્રી યજ્ઞમાં ૧૧ દંપતિઓએ પુજા વિધિમાં ભાગ લઈને‌ આહુતિ આપી હતી, જ્યારે સાંજના સુમારે નારાયણધામ તાજપુરાના નિશાંતબાપુના સાનિધ્યમાં ભજન સત્સંગના કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. તદ્ઉપરાંત ભજન સત્સંગના અંતે મોડીરાત્રે મધવાસ આશ્રમના મહંત બાબુગીરી મહારાજના હસ્તે તેત્રીસ જ્યોત રામદેવજી મહારાજના પાટપ્રકાશનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કાતોલ ગામના ધાર્મિક મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો સહિત કાલોલ પંથકના સ્થાનિક નેતાગણ, હોદ્દેદારો અને શ્રદ્ધાળુઓએ ગામના યજ્ઞ અને પાટપ્રકાશનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]
Back to top button