BODELICHHOTA UDAIPUR

બોડેલી તાલુકામાં ઠેર ઠેર વીજ પેટી તેમજ વીજ પોલ નમી ગયેલા નજરે પડતા લોકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

જયારે વીજ કચેરી દ્વારા વીજ પેટી તેમજ નમી ગયેલા વીજ પોલનું નવીનીકરણ કરવામાં અથવા યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખુબ જરૂર કરી છે બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીલ તેમજ બોડેલી નગર સહીત તાલુકામાં વીજ પેટી મોતને આમંત્રણ આપી રહી છે જયારે વીજ કચેરી દ્વારા વીજ પેટીને બંધ કરવા કોઈ પગલાં લેવાયા નથી જેને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે થોડાક સમય પેહલા ગોપાલ ટોકીજ પાસે વીજ ડીપી ખસેડી થોડી દૂર લઇ જવાની કામગીરી થઇ ધરાઈ હતી જો કે ડીપી દૂર લઇ ગયા બાદ પણ વીજ પેટી બંધ ન કરતા વીજ કચેરીની ગંભીર બેદરકારીના સામે આવી છે તદુપરાંત બોડેલી તાલુકામાં ઠેર ઠેકાણે વીજ પેટી ખુલ્લી જોવા મળી રહી છે જેને બંધ કરવા વીજ કચેરી પાસે સમય ન હોઈ તેમ લાગી રહ્યું છે જયારે બોડેલી તાલુકાના ફેરકુવા ગામની આસપાસ વીજ વાયર તેમજ વીજ પોલ નમી ગયેલા નજરે પડી રહ્યા છે જેને લઇ રસ્તા પરથી અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તદુપરાંત અનેક ખેતરમાં વીજ વાયરો નમી ગયા હોઈ ખેડૂતોને પણ મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે જયારે વીજ તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઇ વિવિધ સ્થળે ચકાસણી કરી વીજ પેટી તેમજ નમી ગયેલા વીજ પોલનું નવીનીકરણ કરવામાં આવે અથવા યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખુબ જરૂર કરી છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button