GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ તાલુકામાં ભાદર FPO દ્વારા ખેડૂતો માટે અવેરનેસ પ્રોગ્રામ

તા.૧૯/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગોંડલ તાલુકામાં ભાદર FPO દ્વારા ખેડૂતો માટે અવેરનેસ પ્રોગ્રામ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે ભાદર ખેતી વિકાસ એગ્રી પ્રોડ્યુસર કંપની-FPO દ્વારા ખેડૂત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું. આ પ્રોગ્રામમાં મુંબઈથી MCX ના દક્ષાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી વધારે ફાયદો કેમ લઈ શકે એની સારી રીતે માહિતી આપેલ હતી. તેમજ રોહિતભાઈ ત્રિવેદી VNTR એનજીઓ દ્વારા CBBO નું કામ કરીને FPO રન કરી રહ્યા છે. તેમણે ખેડૂતોનું સંગઠન ભેગું થાય તો કેટલા કેટલા ફાયદા થઈ શકે એના વિશે માહિતી આપી હતી.

ભાદર FPO ના CRBO અલ્પેશભાઈ રાઠોડે ખેડૂતોના વિકાસની વાતો કરેલ હતી. આ FPO ના પ્રમુખ શ્રી જમનભાઈ કાલરીયા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પાંભર તેમજ મનિષભાઈ માયાણીના સંયુક્ત ઉપક્રમે ભારે જહેમત ઉઠાવીને આ FPO માં વધારેમાં વધારે કેમ વિકાસ થાય એના માટેના પ્રયત્નો કરી અને ખેડૂતો માટે સરસ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. તેમજ રમેશભાઈ પદમાણી, વલ્લભભાઈ ઠુંમર અને વલ્લભભાઈ કોરાટ ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા. તેમજ ગામના આગેવાન કિશોરભાઈ અંદીપરાએ ખેડૂતો,ગામડાઓ અને ખેતીના વિકાસ માટેની સામાજિક વાતો કરેલ હતી. આ FPO દ્વારા ખેડૂતોનો વધારે વિકાસ થાય, ખેડૂતો વધારેમાં વધારે પોતાના પાકનું મૂલ્ય વર્ધન કરીને માર્કેટિંગ કરી શકે એના માટે અવેરનેસ પ્રોગ્રામ ગોઠવેલો હતો. તેમજ રાજકોટ જિલ્લા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા અને નાબાર્ડના DDM ધર્મેન્દ્ર ચૌહાણ સાહેબે દિલથી શુભેચ્છા આપીને આ કાર્યક્રમની વ્યવસ્થા કરી આપેલ હતી.આ કાર્યક્રમમાં ઘણા બધા ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરેલ હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button