GUJARAT

નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સ્વામી સામે કાર્યવાહી કરો

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહવાજા ગીર સોમનાથ

… સમસ્ત દશનામ સમાજ અને નાથ સંપ્રદાય દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરાયો

સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ ચાલી રહ્યો હતો તે સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી. જેને લઈને નાથ સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે સ્વામી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુત્રાપાડા ના સમસ્ત દશનામ સમાજ અને નાથ સંપ્રદાય દ્વારા સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના આદિ – અનાદિ દેવી-દેવતાઓ ની અપમાનજનક મનઘડત કથાઓ વાર્તાઓ ધર્મ સ્થળો ઉપર અવાર-નવાર કરી રહ્યા છે જે સોશિયલ મીડિયા મારફતે જોવા સાંભળવા મળે છે જેનાથી સનાતન ધર્મના શ્રદ્ધાળુઓ અને ધર્મ પ્રેમી લોકોની લાગણીઓ ખૂબ દુભાય છે. અને ખૂબ દુઃખ થાય છે. વડતાલના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ નાથ સંપ્રદાયના મહાન સંત સિધ્ધપુરુષ ગુરુ ગેબીનાથજી કે જુઓ આશરે 500 વર્ષ પહેલા થઈ ગયેલ છે. જુઓ હજારો લોકોને આસ્થા ના પ્રતીક ધર્મસ્થળો જેવા કે , સતાધાર, ચલાળા, સોનગઢના ગુરુ ગાદીએ છે. જેને ગેબી કાનફટા ના વંશજો પરંપરા ના રાક્ષસો, અસુરો છે એવી ભાષા માં ટિપ્પણી કરી અપમાન કરેલ છે. જેને લઈને સુત્રાપાડા ના સમસ્ત દશનામ સમાજ તેમજ નાથ સંપ્રદાય દ્વારા સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button