AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પંચાયતમાં મહિલા એસટી પ્રમુખ પદ માટે પાંચ મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતોમાં વઘઇ, આહવા અને સુબિરમાં પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પુરી થતા આગામી 2.5 વર્ષ માટે દાવેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપનાં નિરીક્ષકોમાં લલિતભાઈ વેકરિયા, કનકભાઈ બારોટ,મયુરીબેન જાદવ તથા નાયબ દંડક વિજયભાઈ પટેલ,સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,દિનેશભાઈ ભોયેની ઉપસ્થિતમાં  સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતોના પ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પુરી થતા રોટેશનની નિતી અનુસાર, નવા પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એસ.ટી. (મહિલા) સીટ રિઝર્વ છે.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદ માટે પાંચ દાવેદારોમાં નિર્મળાબેન સુભાસભાઈ ગાઈન, નીલમબેન દિલીપભાઈ ચૌધરી,નિર્મળાબેન જગ્યાભાઈ ગામીત,બીબીબેન રમેશભાઈ ચૌધરી તથા મયનાબેન બચુભાઈ બાગુલે દાવેદારી નોંધાવતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.જ્યારે આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે (એસટી) પુરૂષ સીટ હોય પ્રમુખ પદ માટે સુરેશભાઈ ચૌધરી તથા અર્જુનભાઈ ગવળીએ દાવેદારી નોંધાવી છે.જ્યારે ઉપપ્રમુખ માટે કમલેશભાઈ ચોર્યા,નયનાબેન ડી.પટેલ,ઊર્મિલાબેન ચોર્યાએ દાવેદારી નોંધાવી છે.તથા કારોબારી માટે વિજયભાઈ એમ.ચૌધરી અને ઊર્મિલાબેન ચોર્યાએ દાવેદારી નોંધાવી છે.વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખ માટે એસ.ટી.પુરૂષ ઉમેદવારની બેઠક જાહેર કરવામાં આવી છે.વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખ નાં દાવેદારી માટે બળવંતભાઈ ડી.દેશમુખ,પાઉલભાઈ સુમનભાઈ ગામીત,ચંદરભાઈ મંગયાભાઈ ગાવીત,તથા શકુંતલાબેન પવારે દાવેદારી નોંધાવી છે.જ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ માટે દક્ષાબેન સંજયભાઈ બંગાળે દાવેદારી નોંધાવી છે.વધુમાં સુબિર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે મહિલા એસટી બેઠકની જાહેરાત થઈ છે.ત્યારે સુબિર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે પ્રીતિ અશ્વિન ગામીત,રવીનાબેન સુનિલ ગાવીત,સુલોચનાબેન કિશોર માળવીએ દાવેદારી નોંધાવી છે.હાલમાં ભાજપ પ્રદેશમાંથી સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો ને મોકલવામાં આવ્યા હતા જેઓ એ આહવા સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળ્યા હતા.ઉલ્લેખનીય છે કે આગામી 14 મી તારીખે ગુજરાત પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી કરવામાં આવશે જેઓ 17મી સપ્ટેમ્બર ના રોજ તેમનો કાર્યભાર સંભાળશે.ત્યારે શિસ્ત અને કેડરબેઝ ગણાતી ભાજપાની હાઇકમાન્ડ ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ,ઉપપ્રમુખ સહીત વિવિધ સમિતિનાં હોદાનો કળશ કોના શિરે મૂકશે તે સમય જ બતાવશે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button