
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૦૨/૨૦૨૪
નેત્રંગ અંકલેશ્વર રોડ પર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુકત ઉપક્રમે એક દિવસીય ગઝલ સાહિત્ય: અતીત, વર્તમાન અને ભવિષ્ય વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૦૯.૩૦ કલાકથી આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી.જે બાદ કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદ ગઝલ સાહિત્યના અતીતના મજબુત પાયા પર વર્તમાનની ઉચ્ચ ઇમારતો પરથી ભવિષ્યની ઉજ્જવળ બુલંદીઓનું અવલોકન કરવાનો એક નમ્ર પ્રયાસ હતો. ગુજરાતી અને હિન્દી ગઝલ સાહિત્યને અનુલક્ષીને રચેલ સંશોધનલેખો આવકાર્યા.
આ પ્રસંગે નારાયણ માધુ – એડીશનલ કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ, કેવડીયા,ડૉ.રઈશ મનીઆર – વિશ્વ વિખ્યાત કવિ અને ગઝલકાર, ડૉ. મધુકર એસ. ખરાટે – પૂર્વ અધ્યક્ષ, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, બોદવડ, જલગાંવ, મહારાષ્ટ્ર, જોરૂભા ગિડા – પ્રખ્યાત ગઝલકાર અને કવિ અમદાવાદ, ડૉ.નીશંત મકવાણા – પુર્વ જિલ્લા શિક્ણાધિકારી અને ગઝલ કાર, ડૉ. જયેન્દ્રસિંહ જાદવ – મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જયેશ પુંજરા – ઝઘડીયા વિનયન કોલેજ આચાર્ય, અનીલાબેન પટેલ – સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયપાડાના આચાર્ય, પત્રકાર બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ સહિત કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.