GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા સ્થિત બીઆરસી ભવન ખાતે તારીખ ૨૬ નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી

તારીખ ૨૬/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આજ તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૩ ના રોજ કાલોલ કુમાર શાળા સ્થિત તાલુકાના બીઆરસી ભવન ખાતે બીઆરસી કૉ ઑર્ડિનેટર દિનેશભાઈ પરમાર ની અધ્યક્ષતામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્લોક સ્ટાફ તથા સીઆરસી કો ઑ નરેન્દ્રભાઈ, નિતિનભાઇ તથા કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ તથા પરસોત્તમભાઈ, દિનેશભાઈ કાતોલ પ્રાથમિક શાળા આચાર્ય સંજયભાઈ, તથા મુકેશભાઈ કાલોલ કન્યા શાળાના ધર્મિષ્ઠાબેન, પલાસા પ્રાથમિક શાળા ના નિરજભાઈ, એમ.જી.એસ.હાઈસ્કૂલમાંથી સુરેશભાઈ સંગાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરની છબીને હાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સંવિધાનના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અંતમાં દિનેશભાઈ પરમાર દ્વારા સૌ પોતાનો કિંમતી સમય આપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button