સુરત સ્થિત મોટી ખાનકાહ ખાતે હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉર્ષે રીફાઇ ની ઉજવણી

તારીખ ૦૭/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
સુરત શહેરમાં આવેલ બીરીયાવી ભાગલ સ્થિત સુપ્રસિદ્ધ એશિયા ખંડની મોટી ગાદી ખાનકાહ એ રિફાઇ ખાતે ઇરાકમાં સ્થિતિ ઉમે અબીદા શહેરની દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અહમદ કબીર રિફાઇના ૮૬૭ મો અને ખાનકાહ સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અબ્દુલ રહીમ રિફાઇના ૭૯૫ મો વાર્ષિક આ ઉર્સ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ અલાઉદ્દીન રફાઇ સાહેબની સજ્જાદગીમાં અને ખાનકાહ એ કલા મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફબાબા રિફાઇ,સૈયદ ગૌસુદિ્ન રિફાઇ,સૈયદ વજીઉદિ્ન રિફાઇના મુબારક હાથોથી સંદલની વીધી સંપન્ન કરવામાં આવી હતી.દર વર્ષે ખાનકાહ શરીફમાં પર ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે સાથે ઉર્સ ઉજવણી થાય છે. જેમાં પરંપરાગત રીતે યોજાતા કાર્યક્રમોમાં પંચમહાલ જિલ્લાના ગોધરા,કાલોલ,શહેરા,હાલોલ સહિત સમગ્ર ભારતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જાયરીનો (ભાવિકો) જોડાય છે અને રાતીબે રિફાઇનો જલાલી જલસો યોજાય છે અને બીજે દિવસે મોડી રાત સુધી મેહફીલે શમ્મા (કવ્વાલી) ભારતના મશહૂર ફનકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.આ ખાનકાહ શરીફમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી ભક્તો અહીં આવીને દરગાહ પર ચાદર ચડાવી પોતાની મન્નતો (બાધા) આખરી પૂરી કરે છે.











