વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસની ટીમે બાતમીના આધારે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે નાકા ફળિયામાં રેડ કરી હતી.અને સ્થળ પરથી વરલી મટકા નો ગેરકાયદેસર જુગાર રમતા 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ રોકડ રૂપિયા 35,680/- મોબાઈલ ફોન નંગ-10 જેની કિંમત રૂપિયા 22,500/- એમ મળી કુલ કિંમત રૂપિયા 58,180/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
[wptube id="1252022"]





