GUJARATJETPURRAJKOT

Rajkot: ૭૧- રાજકોટ ગ્રામ્ય અને ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરાયું

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અભિયાનને સાર્થક કરવા ગુરુકુળ અને શાળાના બાળકોએ નાટક, માનવ સાંકળ, રેલી, બેનર્સ, પોસ્ટર્સ અને સ્લોંગના માધ્યમોનો ઉપયોગ કર્યો

Rajkot: લોકશાહીના પર્વમાં દેશભરના નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશના ખૂણે ખૂણે “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ૭૧- રાજકોટ ગ્રામ્ય અને ૭૨ જસદણ વિધાનસભા મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરાયું હતુ. જેમાં ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ “ઈલેક્શન ૨૦૨૪” શબ્દોની માનવ સાંકળ બનાવી હતી. તેમજ બેનર્સ, પોસ્ટરમાં ચૂંટણીલક્ષી વિવિધ સ્લોગન અને લખાણો લખીને લોકોને જાગૃત કર્યા હતા.

રાજકોટ જિલ્લાના ૭૨- જસદણ વિધાનસભા મતવિસ્તાર ખાતેની શ્રી કાળાસર કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતું નાટક રજૂ કરીને લોકશાહીના અનેરા અવસરમાં ભાગ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં બી.એલ.ઓ.શ્રી ડોડીયા જીવાભાઈ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કાળાસર પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button