GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પરિવાર સાથે કાલોલ ના કરોલી ખાતે મતદાન કર્યું,લોકોને મતદાન કરવા કરી અપીલ

તારીખ ૦૭/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકશાહી પર્વની ઉજવણી એટલે મતાધિકાર નો ઉપયોગ આજે લોકશાહીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે જેમાં ગુજરાતમાં ૨૫ લોકસભાની બેઠકો ઉપર મતદાન થનાર છે ત્યારે કાલોલ તાલુકાના કરોલી ગામની પ્રાથમિક શાળામાં ભાજપના ૧૮ પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાના પરિવાર સાથે વહેલી સવારે મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજપાલસિંહ જાદવ એ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે આ દેશનું સૌથી મોટુ પર્વ છે. દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેમને સૌને અચૂક મત આપવા વિનંતી કરી હતી.

[wptube id="1252022"]









