BHARUCH

સારોદ ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વેડચ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ડો. લીના પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં દારૂ/જુગારની અસામાજિક પ્રવ્રુતીઓ ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડ્રાઈવ આપવામાં આવેલ, પ્રો,/જુગારની બદીને સદંતર નાબુદ કરવાની સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી એલ ચૌધરી સાહેબ જંબુસર વિભાગ તથા C.P.. શ્રી આર.જે.ગોહિલ સાહેબ જંબુસર નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે, પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.એ.તુવર નાઓને મળેલ બાતમી આધારે સારોદ ગામે સલેટીયા ચોકડી પાસે જાહેરમાં પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતા પાંચ ઈસમોને પકડી પાડી કુલે રોકડ રૂ.૧૧,૧૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીની વિગત (૧) ઇલ્યાસ અબ્દુલ્લા ટંકારીવાલા ઉ.વ.૫૭ રહે,સારોદ, ખરીપર, તા.જંબુસર જી. ભરૂચ (૨) ચુનુસ સુલેમાન ભાટીયા ઉ.વ.૪૮ રહે,સારોદ નાની મસ્જીદ પાસે, તા.જંબુસર જી.ભરૂચ (૩) ઐયુબભાઇ મુસાભાઇ માય ઉ.વ.૫૦ રહે,સારોદ, ખરીપર, તા.જંબુસર જી,ભરૂચ (૪) સલીમ અબ્દુલ્લા પટેલ ઉ.વ.૩૭ રહે,સારોદ સુલતાન નગર તા.જંબુસર જી,ભરૂચ (૫) આદીલ ગુલામ પટેલ ઉ.વ.૩૫ રહે. સારોદ ખરીપર તા.જંબુસર જી. ભરૂચ #મુદામાલઃ- આરોપીની અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૧૧૦/- તથા પ્લાનું પાથરણું નં-૦૧ કિ.રૂ.૦૦/- તથા પત્તા પાના નંગ- પર કિ.રૂ. ૦૦/- મળી કુલ્લે કિ રૂ.૧૧,૧૧૦- * કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:- પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી ડી.એ.તુવર અ.હે.કો રાકેશભાઈ ત્રિભોવનભાઈ બ.નં ૧૩૮૪ અ.પો.કો જગદીશભાઈ ગંગદાસભાઈ બ.નં.૦૧૪૦૩ અ.પો.કો રમેશભાઈ દેવજીભાઈ બ.નં.૦૧૪૧૭
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button