
ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના ગેટ બહાર આડેધડ પાર્ક કરવામાં આવેલ ટ્રકોથી વાહન ચાલકો પરેશાન.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી માં પાર્કિંગ હોવા છતાં કંપનીઓ બહાર આડેધડ મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડે છે ઝઘડિયા જીઆઇડીસી ની વર્ધમાન એક્રેલિક લિમિટેડ કંપની ના ગેટની બહાર જાહેર માર્ગ પર 20 થી વધુ ટ્રકો પાર્ક કરવામાં આવતા એ માર્ગ પરથી અવર જવર કરતા વાહન ચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે ડ્રાઇવરોની પૂછતા તેઓ ત્રણ દિવસ ઉપરાંત થી પોતાની ટ્રકો કંપની ગેટ બહાર જાહેર માર્ગ પર પાર્ક કરીને ઊભા હોવાનું જણાવ્યું હતું આ મોટા વાહનોમાં વર્ધમાન કંપની માં વપરાતા મટીરીયલ (કોલસો ) ભરીને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ઝઘડિયા જીઆઇડીસીમાં આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવતા વાહનો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઈરફાન ખત્રી
રાજપારડી