
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકાના રૂંઢ ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
ઝઘડીયા તાલુકાના રૂંઢ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
સરકારની વિવિધ યોજનાઓની જાણકારી જન જન સુધી પહોંચાડવા નાગરિકોને આપવામાં આવી માહિતી
આઝાદીના શતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ઝઘડીયા તાલુકાના રૂંઢ ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે, સરપંચોએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું વડાપ્રધાનનું સ્વપ્ન તો જ સાકાર થશે જો દરેક નાગરિક આ યોજનાઓનો લાભ લેશે તથા અન્ય નાગરિકો સુધી તેની જાણકારી પહોંચાડશે. આ પ્રસંગે અગ્રણીઓએ સરકારની યોજનાની જાણકારી પાત્રતા નાગરિકો સુધી પહોંચાડવાની સામાજિક જવાબદારી અદા કરવા લોકોને અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. રથમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભની શોર્ટ મૂવી પ્રદર્શિત કરવામાં આવી હતી.આ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વગેરે યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. તથા વિવિધ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ઉપસ્થિત ગ્રામજનોએ શપથ ગ્રહણ કર્યા હતા.કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના અગ્રણીઓ, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, અન્ય અધિકારીઓ,કર્મચારીઓ તથા શાળાના શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા.
ઈરફાન ખત્રી
રાજપારડી