
MORBI:મોરબીના ત્રાજપર ખારીમાં યુવાનનો ગળેફાસો ખાઈ આપઘાત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી પાસે રામકુવા શેરીમાં રહેતા રવીભાઇ પરષોતમભાઇ રાઠોડ ઉવ.૩૪ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ડેડબોડી મોરબીની ખાનગી હોસ્પિ. ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરતા મોરબી બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]