
ભરૂચ- સોમવાર – આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા ભરૂચ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી બને તે માટે ચુનાવ પાઠશાળા થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમોદ કુરચણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, અને VOTE For Sure ના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતાં. શાળાના શિક્ષકે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
[wptube id="1252022"]