GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણના ઝાપોદરના તળાવ પાસે જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા.

રોકડ રૂ.23,960 તથા ચાર મોબાઇલ રૂ. 11,000 સહિત કુલ રૂ.34,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડ રૂ.23,960 તથા ચાર મોબાઇલ રૂ. 11,000 સહિત કુલ રૂ.34,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

વઢવાણ પીએસઆઇ સી.એ. એરવાડીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર અંગે વઢવાણ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે પીએસઆઇ સી.એ. એરવાડીયા, રવિન્દ્રસિંહ જેમુભા, કેસરીસિંહ અજીતસિંહ, જયપાલસિંહ રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારા ઝાપોદર તળાવની પાળ પાસે વીડમાં જાહેરમાં જુગાર રમતા સિદ્ધરાજસિંહ રાણા રહે ઝાંપોદર, વિશાલ નલીનભાઇ વાઘેલા રહે વઢવાણ, ખારવાની પોળ, નટુ રાજોતજા ચુ.કોળી, રહે સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ, આનંદનગર, વીરેન્દ્રસિંહ રાણા રહે ઝાંપોદર, ઉકા દેવજીભાઇ ઝેઝરીયા રહે સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ પાછળ, આનંદનગર, ભાવેશ પ્રવિણભાઇ માવાણી રહે વઢવાણ ખારવાની પોળ અંદર, અનિરુધ્ધસિંહ રાણા રહે ઝાંપોદર વાળાઓને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ.23,960 તથા 4 મોબાઇલ કિં.રૂ.11 હજાર તથા ગંજીપના મળી કુલ રૂ. 34,960 મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button