RAMESH SAVANI

લોકોને મંદિરની પાછળ ઘેલાં કરી મૂકનારનો ઈરાદો શું છે?

દેશના લોકોને પોતાની અંગત ધાર્મિક માન્યતા કે ઈશ્વરમાં આસ્થા હોય, તે પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતા ભારતના બંધારણે બક્ષેલી જ છે; પરંતુ વડાપ્રધાન એવું દેખાડવા સતત કોશિશ કરે છે કે “હું છું તો મંદિર બને છે ! હું છું તો મંદિરોના રીનોવેશન થાય છે ! હું છું તો હિન્દુઓ જીવી શકે છે ! હું છું તો હિન્દુઓ સલામત છે !”
અયોધ્યામાં જ્યાં રામ રમ્યા હતા ત્યાં ગુલેલા મંદિર છે. જ્યાં તેમણે અભ્યાસ કર્યો ત્યાં વશિષ્ઠ મંદિર છે. જ્યાં બેસીને રાજ કર્યું ત્યાં મંદિર છે. જ્યાં તેમણે ભોજન લીધું, ત્યાં સીતા રસોઇ છે. જ્યાં ભરત રોકાયા હતા ત્યાં મંદિર છે. હનુમાન મંદિર, કોપ ભવન છે. સુમિત્રા મંદિર, દશરથ ભવન છે. આ બધા મંદિરો લગભગ 400 થી 500 વર્ષ જૂના છે. સવાલ એ છે કે જ્યારે હિન્દુસ્તાનમાં મુઘલોનું-મુસ્લિમોનું શાસન હતું, ત્યારે આ મંદિરો કઈ રીતે બંધાયા હશે?
શું લોકો એ જાણતા નથી કે રામમંદિર લોકોના પૈસાથી બની રહ્યું છે? સુપ્રિમકોર્ટના ચૂકાદાના કારણે બની રહ્યું છે? ટ્રસ્ટ તેની સંભાળ રાખે છે.
રાજાશાહી વખતથી ગામે ગામ રામંમદિર છે. આપણે મંદિરનો આદર કરતા હતા પરંતુ ક્યારેય રામમંદિર પાછળ ઘેલાં થયા ન હતા. 2014થી 2024 સુધી બેરોજગારી/મોંઘવારી ઓછી કરવાને બદલે લોકોને મંદિરની પાછળ ઘેલાં કરી મૂકનારનો ઈરાદો શું છે? સત્તા માટે ‘દંભી રામભક્તિ’ને નાગરિકોએ ઓળખવાની જરુર છે. લોકોએ વિચારવું જોઈએ કે પોતાના કુટુંબના સભ્યને તાત્કાલિક પગમાં ફેક્ચર થયું હોય તો ક્યાં લઈ જશો? દવાખાને કે મંદિરે? પોતાના સંતાનને સારી નોકરી/ જોબ મળે તે માટે બાળકોને ક્યાં લઈ જશો? નિશાળે કે મંદિરમાં?
દેશને બરબાદ કરીને, વડાપ્રધાન તો ગમે ત્યારે પોતાનો ઝોલો લઈને ભાગી જશે ! લોકોએ વિચારવાનું છે કે આપણા લોહી પરસેવાથી સિંચીને મોટી થતી આવતી કાલની પેઢીની ચિંતા કરવાની છે કે નહીં?
આ રામભક્તની સલામતી પાછળ રોજના 6 કરોડ રૂપિયા લોકોના કરવેરામાંથી ખર્ચાય છે ! છેલ્લા 5 વરસમાં, કેન્દ્ર સરકારના ખાતા જેવા કે રેલવે, નાણાં ,આરોગ્ય, ઉધોગ વગેરે કુલ 76 ડિપાર્ટમેન્ટમાંથી 25000 કરોડ રુપિયા રામભક્તને ‘અવતારી’ બતાવવા તેમના ફોટા/જાહેરાત પાછળ ખર્ચાયા છે !
આપણા વડાપ્રધાન પોતે ‘પ્રિમિયમ રામભક્ત’ હોય તેવો દેખાડો કરે છે; પરંતુ જશોદાબેનને પૂછો કે દિલ્હીમાં બિરાજમાન પતિના મહેલનું સરનામું તેમને ખબર છે? શું દેશના મોટા મંદિરો મોટી બેન્કો છે? જ્યાં SC/ST/OBC સમુદાયના લોકો દાન આપે છે અને તે નાણાંનો ઉપયોગ પૂજારીઓ અને તેમના મળતિયાઓ કરે છે?rs [સૌજન્ય : બિપિન શ્રોફ, USA]

[wptube id="1252022"]
Back to top button