BHARUCH

જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૫ માં ચાલતા વિકાસના કામોનું ધારાસભ્ય ડી.કે.સ્વામિજી નિરીક્ષણ કર્યું ..

જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૫ માં ચાલતા વિકાસના કામોનું ધારાસભ્ય ડી.કે.સ્વામિજીએ નિરીક્ષણ કર્યું ..
આજ રોજ જંબુસર આમોદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય

ડી.કે.સ્વામિજીએ જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૫ માં
” માહ્યાવંશી સમાજના સ્મશાન ” માં ચાલતા રોડ – રસ્તા અને સંરક્ષણ દિવાલના કામોનું સ્થળ ઉપર રૂબરૂ આવી નિરિક્ષણ કર્યું હતું .
ધારાસભ્ય ડી.કે.સ્વામિજીએ નગરપાલિકાના એન્જીનીયર ઈલ્યાસભાઈ કારભારી , કોન્ટ્રાક્ટર શ્રી મકનજીભાઈ પટેલ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી સારું કામ કરવાની સૂચના આપી હતી .
ધારાસભ્ય ની સાથે જંબુસર નગરપાલિકાના પ્રમુખના પતિ ભાવેશભાઈ રામી અને ભાજપાના સભ્યશ્રીઓ વિશાલભાઈ કા. પટેલ, રાજુભાઈ દરબાર , જંબુસર શહેર ભાજપના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ , શહેર મંત્રી શ્રી અશોકભાઈ પરમાર , અમિતભાઇ પ્રજાપતિ, યુવા મોરચા પ્રમુખ શ્રી ભાવિકભાઈ કા.પટેલ તથા શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
ભાજપા અનુ.જાતિ મોરચા ભરૂચ જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીઆ , જંબુસર તાલુકા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર , જંબુસર શહેર પ્રમુખ શ્રી શિવપ્રસાદ જાંબુ વગેરેએ મુલાકાત લેવા બદલ ધારાસભ્ય ડી.કે.સ્વામિજીનો આભાર વ્યક્ત કર્યો હતો . આ મુલાકાત દરમ્યાન સવગુણ સોસાયટી અને આંબેડકર મહોલ્લાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
ડી.કે.સ્વામિજીએ સમાજના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસમાં પોતાનું હંમેશા યોગદાન રહેશે.અને સેવાકીય કાર્યોમાં સહયોગ આપવા માટે તત્પર રહેશે એમ જણાવી ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના સિદ્ધાંતોનો જીવનમાં અમલ કરી સામાજિક સમરસતા અને વ્યસનમૂક્તિનો સંદેશ આપ્યો હતો ધારાસભ્ય ડી.કે.સ્વામિજીની રૂબરૂ મુલાકાતથી ફળિયા અને મહોલ્લાના યુવાનો આનંદિત અને પ્રભાવિત થયા હતા

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button