BHARUCHJHAGADIYA

ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ખોડીયાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી

ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ખોડીયાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી .

 

તાલુકાના ગામે ગામ ખોડીયાર જયંતી નિમિત્તે હોમ હવન અને ભંડાળાના આયોજન પણ કરવામાં આવ્યા

 

મહા સુદ આઠમ એટલે ખોડીયાર જયંતિ જેને માં ખોડીયાર ના પ્રાગટ્ય દિવસ તરીકે પણ મહાસુદ આઠમને ઉજવવામાં આવે છે, ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ગામેગામ ખોડીયાર જયંતિ ની ઉજવણીના કાર્યક્રમો આયોજન થયા હતા, ઝઘડિયા તાલુકાના રાણીપુરા ઉચેડીયા ગોવાલી રાજપારડી ઉમલ્લા પાણેથા ભાલોદ ધારોલી બોરજાઇ જેસપોર જેવા ગામોમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ખોડીયાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ માતાજીની મહા આરતી હોમ હવન તેમજ ભંડાળાના આખા દિવસ ના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા, સાંજે મહા આરતી સમૂહ આરતી તેમજ ભજનના આયોજન કરવામાં આવ્યા હતા.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button