
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નું ધોરણ ૧૨ નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા તથા નેત્રંગ તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થઈ છે.
સમગ્ર શિક્ષા ભરૂચ શિક્ષણ શાખા જિલ્લા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી રાણીપુરા અને સણકોઈ ખાતે કાર્યરત છે કેજીબીવી માં નેશનલ એજ્યુકેશનલ પોલિસી ૨૦૨૦ અને સમગ્ર શિક્ષા ની ગાઈડલાઈન મુજબ ગર્લ્સ ઇન ધ એઈજ ગ્રુપ ઓફ ૧૦ થી ૧૮ યર એસપ્રિરીંગ ટુ સ્ટડી ઈન ક્લાસીસ ૧૧ થી ૧૨ બિલોંગિંગ ટુ એસસી, એસટી, ઓબીસી, માઇનોરીટી કોમ્યુનિટીઝ એન્ડ બીપીએલ ફેમિલીઝ દીકરીઓનું નામાંંકર કરવામાં આવે છે, શાળા બહારની અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા અસમર્થ છે તેવી ૧૦ વર્ષ કરતાં વધુ ઉંમરની દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, અંતરિયાળ વિસ્તારોમાંની દીકરીઓને નામાંકિત કરવામાં આવે છે, નિયમિત શાળાએ જઈ શકતી નથી તેવી એડોલેસન્ટ દીકરીઓ પર ભાર મૂકવામાં આવે છે, કેજીબીવી યોજનાના હેતુને ધ્યાનમાં રાખી ૭૫% એસસી એસટી ઓબીસી માઈનોરીટી સમુદાયની દીકરીઓને, ૨૫% બીપીએલ જૂથની દીકરીઓને નામાંકિત કરવામાં આવે છે, ઝઘડિયા તાલુકાની રાણીપુરા કેજીબીમાં ધોરણ ૬ થી ૧૨ માં કુલ ૧૫૦ દિકરીઓ નિવાસી વ્યવસ્થા રહી અભ્યાસ કરી રહી છે, ચાલુ વર્ષે ૨૩-૨૪ માં ધોરણ ૧૨ માં પરીક્ષા આપેલ તમામ કેજીબીવી વિદ્યાર્થીઓનું સો ટકા પરિણામ મેળવ્યું છે, કેજીબીવી નું ૧૦૦ ટકા પરિણામ આવતા કેજીબીવી અને ભરૂચ જિલ્લાને દીકરીઓએ ગર્વ અપાવ્યો છે.