GUJARATHALOLPANCHMAHAL
હાલોલ- નગરના ભુદેવોના બળેવના પવિત્ર દિવસે શાક્ત્રોક્ત વિધી અનુસાર જનોઈ ધારણ કરી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩૦.૮.૨૦૨૩
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના તહેવારના દિવસે જ બળેવનો ઉત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે.શ્રાવણ સુદ પૂનમ ને લઇ નગર સહિત તાલુકામાં રેહતા ભૂદેવો એ પોતાના શરીર ઉપર ધારણ કરેલી જનોઈ ઉતારી નવી જનોઈ શાસ્ત્રોક વિધિવધ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારણ કરી હતી.સમસ્ત બ્રહ્મસમાજ માતૃસંસ્થા હાલોલના ભૂદેવો દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનાં કંસારા જ્ઞાતિની ધર્મશાળા ખાતે આજ ના પવિત્ર દિવસે જનોઈ શાસ્ત્રોક વિધિ થી ધારણ કરી હતી.અને બળેવનો ઉત્સવ ઉજવવા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થઈ આ ઉત્સવ ઉજવ્યો હતો.


[wptube id="1252022"]









