
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક તહેવારની જેમ જન્મ જયંતીને ઉજવી હતી.ભારત માતાના વીર સપૂતોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજને ભારતીય ગણરાજ્યના મહાનાયક માનવામાં આવે છે.ત્યારે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર એવા છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪ મી જન્મ જયંતી નિમિત્તે ડાંગ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જિલ્લામાં આહવા,સાપુતારા,વઘઈ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.વઘઈ નગરમાં અંબા માતા ના મંદિરેથી લઈ શિવાજી ચોક થઈને ગાંધી મેદાન ચાર રસ્તા સુધી બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ગાંધી મેદાન ચાર રસ્તા પર શિવાજી મહારાજના પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ આહવા ખાતે હનુમાન મંદિર, મેઇન રોડ,મિશનપાડા,આહવા માં પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ.તમામ રેલીઓમાં અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતી ના અવસરને એક તહેવારની જેમ ઉજવી લઈ તેમના જીવન, આદર્શો અને ઉપદેશોને લોકોએ યાદ કર્યા હતા..





